અંતઃ પ્રતિતિ ભાગ ૧૫

પરત 15

 

દાગીનાની  ડબ્બીમાંથી તેમણે સોનાની ચેઇન ઓમ નાં પેંડલ સાથે હતી એ ધ્વનિ ને પહેરાવી  ને કપાળ પર ચુંબન કરીને તેઓ બોલ્યા : વહુ બેટા , સદા ખુશ રહો , આજે મારું સપનું પૂરું થયું કે મને શુશીલ અને સુંદર પુત્રવધુ મળી છે. ”

સવિતાબહેન પણ પોતાની રૂમમાં ગયા ને એક દાગીનાની ડબ્બી લઇ આવ્યા ને એમાંથી સોનાની ચેઈન કાઢીને નવનીતરાયને આપી ને મનોજને પહેરાવવા ઈશારો કર્યો.  તો નવનીતરાયે  મસ્તી કરી કે ” કેમ સવિતા, તને પણ ખાતરી હતી કે આ  સંબંધ બંધાવાનો જ છે એટલે તે પણ તૈયારી કરી રાખી ” બધા નવનીતરાયની વાત સાંભળીને હસવા લાગ્યા।  ત્યારે સવિતાબહેને થોડું ગંભીર થઈને કહ્યું કે ” દીકરીની માં તો દીકરીનાં જન્મથી જ દીકરીનાં લગ્નની તૈયારી કરતી હોય છે. ” વાતાવરણ ગંભીર થઇ ગયું.  ત્યાં ઉષાબહેન બોલ્યા ” એકદમ સાચી વાત કરી વેવાણ , આ વાત આ પુરુષો શું જાણે ?” વાતાવરણ વધારે ગંભીર થાય એની પહેલા મનસુખભાઈ એ પોતાના સ્વભાવ પ્રમાણે કહ્યું ” અરે વાહ તો તો અમને ઘણું મળશે 25 વર્ષનું ભેગું કરેલું તો ઘણું જ હોય ને ” ને વાતાવરણ પાછુ હળવું થઇ ગયું . હવે નવનીતરાયે, મનુકાકા ને નાસ્તાની તૈયારી કરવા કહ્યુ બધા નાસ્તાનાં ટેબલ પર ગોઠવાણા . સવીતાબહેન અને ધ્વનિ પણ મનુકાકાની મદદ કરવા લાગ્યા. ધ્વનિ બધાની પ્લેટમાં એક એક

કરીને રવાનાં ઢોકળા, ખાખરા ગુલાબજાંબુ રાખતી હતી તે જેવી મનોજ પાસે ગઈ મનોજ જાણે આજુબાજુ આટલા લોકો છે એ પણ ભૂલી ગયો અને ધ્વનિ ની સુંદરતા  ને નીરખી રહ્યો . માનસીનું ધ્યાન ગયુ એને થયુ કે આટલા વડિલો વચ્ચે મનોજ ને વઢ પડશે એટલે એણે ધ્વનિ ને

કહ્યુ “ ભાભી મને પણ ખાખરો આપજોને.”  ને મનોજ જાણે હકીકતની દુનિયામાં આવ્યો. પણ જાણે એને ગમ્યુ નહી કે ધ્વની એનાથી દૂર થાય .

નાસ્તો કરતા કરતા મનસુખભાઈનાં ભાભી બોલ્યા કે “ મને એક વાત ગમી કે તમે નાસ્તા માં આઠમને યાદ રાખીને બધુ બનાવ્યુ છે “ મનસુખભાઈ નાં ઘરનાં ની આ વાત ધવનિને બહુ ગમી હતી કે તેઓ બધી ગમતી અને સારી વાત પ્રેમથી કહેતા હતા.

નાસ્તો કરી લીધા પછી નવનીતરાયે બધાને કહ્યુ કે “ ચાલો આપ બધાને આખો બંગલો બતાવીયે . “ મનસુખભાઇ બોલ્યા “ આજે નહી પછી કયારેક વાત પણ હા બચ્ચાઓને જોવો હોય તો તેઓ જોઇ આવે ”

નવનીતરાયે ધ્વનિને કહ્યુ “ જા ધ્વનિ બધાને બંગલો બતાવ ”

હવે ધ્વનિ , માનસી , સ્મિતા અને મનોજ ને લઇને આખો બંગલો બતાવવા ગઇ . મનોજ મોકો શોધતો હતો કે થોડીવાર ધ્વનિ સાથે એકલામાં

વાત કરવા મળે . પણ માનસી આજે પુરા મસ્તી નાં મુડ માં હતી તેને મનોજ ને હેરાન કરવો જ હતો એટલી એ જાણીજોઈને એને એકલી નહોતી મુકતી ને ધ્વનિ એ ભાઈ ની અકળામણ અને બહેન ની મસ્તી જોઇને ખુશ થતી હતી .વારાફરતી ધ્વનિ એક પછી એક રૂમ બતાવતી હતી . જ્યારે ધ્વનિ નો રૂમ આવ્યો ત્યારે તે રૂમ માં તેઓ પ્રવેશતા હતા ત્યારે માનસી ને મનોજ પર દયા આવી જ ગઈ એણે ધ્વનિ ને કહ્યું “ ભાભી અમને તો તમારી ટેરેસ ના ફૂલ બહુ ગમ્યા છે અમે જરા એ જોઇને આવીએ પાંચ મિનીટ માં . “ મનોજના  ચહેરા પર ખુશી ની લહેરખી દોડી ગઈ ને ધ્વનિ આ જોઇને શરમાઈ ગઈ . પણ માનસી ની મસ્તી ઓછી નહોતી તે જતા જતા મનોજ ને કહેતી ગઈ “ ભાઈ થેન્ક્સ કહો મને. ને ઓલ ધ બેસ્ટ ઓકે ..” ને તે બંને બહેનો હસતા હસતા ધ્વનિનાં રૂમની લગોલગ આવેલી ટેરેસ પર ચાલ્યા ગયા.

હવે મનોજ અને ધ્વનિ એકલા પડ્યા . મનોજને જે પળ ની આતુરતાથી રાહ હતી તે પળ આવી ગઈ હતી . તેને ખબર હતી સમય બહુ ઓછો હતો . નીચે આખું કુટુંબ રાહ જોતું હતું. બંનેના હૃદયની ધડકન વધી ગઈ હતી . પણ મનોજ આ સમયને વેડફવા નહોતો માંગતો તે ધીરેથી ધ્વનિ ની પાસે ગયો ધ્વનિ નો હાથ પોતાના હાથ માં લીધો . પુરુષના પહેલી વારના સ્પર્શથી ધ્વનિ નું રોમરોમ જાણે  પુલકીત થઇ ગયું એના શ્વાસની જડપ જાણે વધી ગઈ હતી . એને થતું હતું કે એ મનોજનો સહારો લઈને એની બાહોમાં પોતાને સમાવી દે. પણ હમણા પોતા પર કાબુ રાખવાનો હતો. મનોજે ધીરેથી ધ્વનિના હાથ પર ચુંબન કર્યું . ને ધ્વનિની આંખો પોતે જ બંધ થઇ ગઈ . ને મનોજે એની એ બંધ આંખો પર પણ એક ચુંબન કર્યું . ત્યારે ધ્વનિ થી કહેવાઈ ગયું “ બસ મનોજ “ મન કહેતું હતું કે મનોજ દુર થાય જ નહિ પણ માનસીનાં આવી જવાનો ડર પણ હતો. ત્યાં સાચ્ચે જ માનસીની બુમ  સંભળાણી . મનોજ ભાઈ આવીએ કે ?” ને ધ્વનિ તરત જ મનોજ થી થોડી દુર જતી રહી .. માનસી એ આવીને મનોજ ને કહ્યું “ ભાઈ આજે અહી જ રોકાઈ જાવ ને “ ને મનોજે , માનસીનાં કાન પકડીને કહ્યું “ આજે બહુ મસ્તીએ ચડી છો ને કઈ. ચલ ઘરે જો તું તારું શું કરું છુ ? “ ને માનસી ને સ્મિતા બંને બહેનો હસવા લાગી . માનસી , ધ્વનિ પાસે ગઈ પાછી એક કિસ કરીને કહ્યું “ પ્રભુ , મારી ભાભી ને અને મારા ભાઈના પ્રેમ ને કોઈની એ નજર ન  લાગે. “  કદાચ બધા પ્રભુ પાસે એ જ માંગે છે પણ ભવિષ્યના ગર્ભમાં શું છુપાણુ  હોય છે કોને ખબર હોય છે ?

ક્રમશ

Gujarati Sahitya Sarita Bethak 137

We beleive this is the first time all active sarjak had participated with whole heart.

Six sarjak were from diffrent places i.e. Sanfransisco, Austin, Chicago, Tennacy, Bombay and Paradip ( Orissa)

Distance was dissolved as everybody was participating….

there was few technical disturbance but as a first effort it was very much successful.

Please visit and let us know how do you feel

હ્યુસ્ટન ખાતે થયેલ કવિ સંમેલન માં ઘરે બેસીને ભાગ લીધો હતો કે જે પ્રોગ્રામ રાતના ૩.૩૦ સુધી ચાલ્યો ને ખૂબ જ આનંદ થયો..

મારો દસમો પત્ર

માનનિય  વકિલો ( ખાસ આસારામ નાં વકિલ )

  હા આપની કલા  માટે, આપની ડીગ્રી માટે  અમને માન છે , પણ  એક વાત કહુ , આપ સર્વે જ્યારે કેસ લડો છો ત્યારે કઇક તો જોતા હશો ને ? કે તમે જેની માટે કેસ લડી રહ્યા છો એ સાચા છે કે નહી , તમારા લડવાથી કોઇને કોઇ તક્લીફ તો નથી થતી ને. ચલો કાંઇ નહી જોતા હો તો તમે તમારી આત્માને તો જોતા હશો ને ? કે તમે જે કરો છો એ બરોબર છે કે નહી ? કારણ મને બહુ વાર વિચાર આવે કે ક્યારેક મે ઘરમં  હીટ નાંખ્યુ હોય અને એનાથી કોઇ વાંદા કે કોઇને માર્યા હોય તો મને આખી રાત એમ લાગે કે એ વાંદા મારી ઉપર ફરે છે ને હું સુઇ ન શકુ . તો તમને ક્યારેક તો કંઇક ખોટુ કરતા હો તો વિચાર આવે ને.. આસારામનાં વકિલ ને જરા પણ નહી થતુ હોય કે એક નાની દીકરી સાથે જેણે ખોટુ કર્યું હોય એને બચાવાય કેવી રીતે  ? શું આની માટે જ વકીલ  બન્યા  છો..?  પ્લીસ પોતાનાં ભણતરને આવી રીતે ઉપયોગમાં ન લો..
આજે તો વિચાર આવે છે કે બધા વકિલો એ સાથે મળીને કહેવું જોઇયે કે અમે કોઇ આસારામ નો કેસ નહી લડીયે..જો આટલા વખત થી આસારામબચે છે તો આવા જ કોઇક વકિલ ને લીધે ને..પ્લીસ અંતરાઅત્મા ને જુવો ને પછી કંઇક કામ કરો.. તો જ દુનિયા બદલશે , કોઇ ક્રુષ્ણ  ઉપરથી નીચે નથી આવવાનાં , એની માટે આપણે જ કંઇક કરવુ પડશે.. કેટ્લુ પણ કમાશો ખાવા માટે સવારનાં બે રોટલી ને રાતનાં બે રોટલી જ જોઇયે છે..
                                                 લી નીતા કોટેચા..

મારો નવમો પત્ર

ઓહોહોહો ન્યુસચેનલવાળાઓ
   મને વિચાર આવે છે કે તમે કેટલા તૂટેલા હશો  . કારણ હજી તો બે વાત કરો ન કરો ત્યાતો તમે બોલો “હમ લેતે હૈ એક છોટા  સા બ્રેક ,” બ્રેક લઇ લઈને તમે સાચ્ચે જ તૂટી ગયા હશો એવું મારું માનવું છે.
   ભાઈ જરા દયામાયા રાખો , ને હેરાન ઓછુ કરો , જ્યારે પણ વધારે ગરમાગરમી વાળા સમાચાર હોય ત્યારે જ તમે વધારે બ્રેક લ્યો . કારણ ત્યારે તમારે વધારે કમાવાનું હોય ને. કોઈક સામાજિક કાર્યકર્તા ને બોલાવો પછી એને સવાલ પૂછો ને જ્યારે એ જબરદસ્ત જવાબ આપતા હોય  ત્યારે તમે કહો “ હમ માફી ચાહતે હૈ પર હમારા વક્ત ખતમ હો ગયા , હમે આપકો યહાં રોકના હોગા.” ભાઈ તારી મરજી થી તારે બોલાવાના હોય ને તારી મરજી થી તારે રોકવાના હોય તો બોલાવે છે શું કામ ? કાલ સાંજ થી તારુ બોલવાનું ચાલુ હતું કે “બારા બજે તક કા વક્ત હૈ અગર બાપુ સામને સે નહિ આયે તો પોલીસ ઉન્હેં ગિરફ્તાર કર લેગી. “લે ન આવ્યા બાપુ સામેથી , ન ગિરફ્તાર થયા. તમેં શું કરી શક્યા ? કેમ સવાલ નથી કરતા કે કેમ પોલીસ ચુપચાપ બેઠી છે .. તમારી તકલીફ એક જ છે કે  તમારી ચેનલના આરોપી તમે જ, ફરિયાદી તમે ને તમે જ જજ.. મૂર્ખા તો અમે જ છીએ કે બેઠા રહીએ તમારી સામે રીમોટ લઈને .. ચાલો જવા દ્યો આ ન્યૂસ ચેનલ એક વ્યસન છે જેમાંથી મુક્ત થવું મુશ્કેલ છે .. પહેલા જ સારું હતું કે સાંજે ૬ વાગે ટીવી શરુ થતું ત્યારે એક વાર સમાચાર પછી ૭.૩૦ વાગે બાતમ્યા ને પછી રાતના ૯ વાગે પાછાં સમાચાર આવતા. પણ હવે શું થાય વ્યસની બની ગયા એટલે ભોગવવું પણ અમારે જ પડશેને.. પણ એક વાત કહી દઉ  કે તમારી પાસે બહુ પાવર છે જેનાથી તમે દુનિયા હલાવી શકો એમ છો તો પ્લીસ  એ પાવર નો ઉપયોગ કરો..
                                                                                   લી એક દર્શક 

અંતઃ પ્રતિતિ ભાગ 10

નવનીતરાય રાહ જોતા હતા કે મનસુખભાઈ જલ્દી થી બોલાવાનું કારણ કહે.. ને મનસુખભાઈએ બોલવાનું શરુ કર્યું , તેમણે કહ્યું નવનીતભાઈ , મારા પુત્ર વિષે તમને થોડું કહેવાનું હતું એટલે તમને બોલાવ્યાં. મારા પુત્રનું નામ મનોજ છે . તેણે એમ.બી.એ લંડનમાં કર્યું છે ને ગયા વર્ષથી તે હવે ઘરના બિઝનેસને સંભાળે છે . અને એક વાત એ પણ કહી દઉ  કે તે, હવે મારા કરતા પણ વધારે સારી રીતે બીઝનેસ સંભાળે છે .   ને હવે હું મારી માટે વહુ ગોતું છુ .

આ સાંભળી નવનીતરાયે વિચાર્યું કે ઓહો આ વાત માટે મને બોલાવ્યું હતું કે જો કોઈ સારું માંગુ હોય તો હું એમને સૂચવું . પણ એમનું ધ્યાન પાછુ પોતાની દીકરી ધ્વનિ તરફ વળી ગયું જેના વિષે તેઓ કાલથી વિચારતા હતા. એમને થયું કે જુવાન દીકરા દીકરીઓ થાય એટલે બધા માતા પિતા બસ આ જ વિચાર કરતા હશે . પણ એમણે વિચાર્યું કે આ વાત તો મનસુખભાઈ એમને ફોન પર પણ કહી શકતા હતા.  ને પછી વિચાર આવ્યો કે મનસુખભાઈ ને તો આખો જૈન સમાજ ઓળખતો હતો તો એમને ક્યા મારી જરૂરત પડે . પોતે જ પોતાના વિચારોમાં ગૂંચવાતા હતા. તેમને સમજણ નહોતી પડતી કે શું કામ મને બોલાવ્યો.

  હવે મનસુખરાયને એમ થયું કે જો હવે મનની વાત નવનીતરાયને નહિ કહે તો નવનીતરાયને હવે સાચે જ ગભરામણ થવા લાગશે . એટલે મનસુખભાઈ એ કહેવાનું શરુ કર્યું નવનીતરાય થોડા દિવસ પહેલા મારે કામસર વાલકેશ્વર આવવાનું થયું હતું. મારે મીટીંગ હતી પણ હું વહેલો પહોંચી ગયો હતો , તો થયું ચાલો જરા દાદાનાં દર્શન કરી લઉં , એટલે હું ત્યાના દેરાસર માં ગયો તો ત્યાં જોયું તો એક દીકરી બહુ તલ્લીન થઈને દાદાની પૂજા કરતી હતી , તેને આજુબાજુની દુનિયામાં કોઈ રસ નહોતો .. મને તેના એ સુંદર ભાવ , એ સ્વરૂપવાન દીકરી એટલી ગમી ગઈ કે તેને હું મારી પુત્રવધુ બનાવવાનું સપનું જોવા લાગ્યો. કારણ આજના જુવાનીયાઓ  પાસેથી પ્રભુ પ્રત્યેનો આટલો ભાવ જોવા મળવું બહુ મુશ્કેલ છે . હવે મને ખબર કેમ પડે કે એ કોની દીકરી છે ? એટલે મેં ત્યાં દેરાસર માં જ તે દીકરી કોની છે એ પુચ્છા કરી તો જાણવા મળ્યું કે એ દીકરી તમારી છે . જેણે હાલમાં જ એમ બી એ ની પરીક્ષા આપી છે ને હવે તમારી સાથે ઓફીસ સંભાળે છે . એટલે મેં નક્કી કર્યું કે હું આ વાત બીજાને કરું એ તમને કરે એના કરતા હું જ તમારી સાથે વાત કરું તો સારું રહેશે .ને એટલે જ આજે મેં તમને ઓફિસમાં બોલાવાની તકલીફ આપી. હું જ તમારી ઓફિસમાં આવત પણ એક તો તમારી દીકરી ત્યાં હોત ને બીજું તમારી ઓફિસમાં લીફ્ટ નથી તો હું દાદરા ન ચડી શકત , તો તમને તકલીફ આપી એ બદલ હું માફી માંગુ છુ .પણ જો તમને વાંધો ન હોય તો અને દીકરા દીકરી ને ઈચ્છા હોય તો આપણે વાત ચલાવીએ હું તમારી દીકરી નો હાથ મારા દીકરા માટે માંગુ છુ

નવનીતરાય ચુપચાપ સાંભળતા જ રહ્યા કે મનસુખરાય શું બોલે છે ? એમનું મગજ જાને સુન્ન થઇ ગયું હતું. મનસુખરાય કે જેમનું નામ જૈન સમાજ કે પછી બજાર માં કે પછી એમના ધંધા માં કે પછી દાન ધર્મ કરવામાં બધી રીતે આગળ  પડતું હતું . તે વ્યક્તિ ને ધ્વનિ ગમી ગઈ હતી ને આજે તેઓ પોતાના દીકરા માટે ધ્વનીનો હાથ માંગતા હતા. આજે એમને સવિતાબહેનની વાત યાદ આવી કે જ્યારે કોઈ સારા ઘરનું માંગુ આવે ને આપણે કહેવું પડે કે ના હજી અમારી દીકરીને વાર છે ત્યારે મારી શું હાલત થાય એ તમને નહી ખબર પડે. સવિતાબહેનની એ વાત પર નવનીતભાઈ હસીને કહેતા સવિતા તું તો હદ જ કરે છે , આપણી દીકરી આપણને  પરણાવવી છે કે નહિ એ આપણી મરજી છે એમાં બીજાથી શું ડરવાનું  ? પણ આજે એ જ હાલત નવનીતરાય ની પોતાની હતી . જે રાત સુધી વિચાર કરતા હતા કે હું મારી દીકરી ને કેવી રીતે વળાવીશ એ જાણે આજે દીકરી પરણાવવા માટે ઉતાવળા થઇ ગયા. એમને થયું તેઓ હમણા જ હા પાડી દે. પણ મનની ખુશીને થોડી કાબૂમાં રાખીને તેમને મનસુખભાઈને કહ્યું મનસુખભાઈ , આ અમારા અહોભાગ્ય છે કે આપને મારી દીકરી પસંદ આવી . પણ હું તમને, ઘરે પૂછીને જવાબ આપવાનું યોગ્ય ગણીશ . હું તમને આજે રાત્રે જ ફોન કરીને જણાવી દઈશ .

મનસુખભાઈ એ એમના ફેસલા ને વધાવી લીધો ને કહ્યું હા એ સાચી વાત છે કે દીકરી ને અને એમની મમ્મી બંને ને વાત કરી લ્યો. ને હા તમે ખાસ એ જાણજો કે દીકરીનાં જીવનમાં કોઈ બીજું પાત્ર તો નથી ને.

મનસુખભાઈની ઓફિસમાં જતા વખતે ને કદાચ રાતથી જ તેઓ કેટલા સવાલોમાં મૂજાયેલા હતા , મનસુખભાઈને મળીને એમ થયું કે જાણે બધી ચિંતાઓ પ્રભુએ લઇ લીધી . એમને સવિતાની વાત યાદ આવી કે કેવું ઘર મળશે એ દાદાને વિચારવા દ્યો કારણ દાદા પોતે જ ધ્વનિ માટે એવું ઘર ગોતશે કે જ્યાં એમનું સ્થાન હશે . જ્યાં એમની પૂજા થતી હશે ને સાચે જ મનસુખભાઈનુ ઘર એવું જ હતું.. જૈન ધર્મના સંસ્કારો થી ભરપુર હતું .

  ઘરે જતી વખતે તેમણે ટેક્ષી કરી ને મનસુખભાઈ સાથેની બધી વાતો યાદ કરવા લાગ્યા . એમના માનવામાં નહોતું આવતું કે તેઓ આટલા નસીબદાર છે કે દીકરી માટે આટલું સારું માંગુ સામેથી આવ્યું .

ને ત્યાં એમને યાદ આવ્યું કે મનસુખભાઈએ કહ્યું હતું કે તમે ખાસ એ જાણજો કે દીકરીનાં જીવનમાં કોઈ બીજું પાત્ર તો નથી ને.

અને બસ. સારા વિચારો પર  આ એક ખરાબ વિચારે જાણે કબજો જમાવી લીધો , ને આનંદ , તકલીફમાં પરિવર્તન થઇ ગયો. આટલા સારા ઘરનું ઠેકાણું શું દીકરીના નસીબ માં નહી હોય ? તેઓ મનમાં ને મનમાં  આજના ચાલતા વાતાવરણને દોષ દેવા લાગ્યા ને વિચારવા લાગ્યા કે મારી દીકરી તો સારી જ છે પણ વાતાવરણ ની અસર મારી દીકરી પર તો નહી  પડી હોય ને ??

સવાલ પર સવાલ એક પછી એક ચાલવા લાગ્યા . શું ધ્વનીને કોઈ સાથે પ્રેમ હશે ? એ કેવો હશે ? શું એ જૈન હશે ? જો જૈન નહી હોય તો ધ્વનિ ને એની સાથે કેવી રીતે ફાવશે ? શું ધ્વનીને વાતાવરણ બગાડી શકે ?

 સવાલોની હારમાળા એ જાણે નવનીતરાયને  બેચેન કરી મુક્યા. ઘરે પહોચવું જાણે ભારે થઇ ગયું હતું. પછી વિચાર આવ્યો કે દીકરી, મા થી કદી  કઈ ન છુપાવે. સવિતાને બધું જ ખબર હશે . એમણે ખીસામાંથી મોબાઈલ બહાર કાઢ્યો . રોજ સવિતા યાદ કરીને મોબાઈલ આપે. ત્યારે રોજ નવનીતરાય કહેતા કે ઓફિસમાં ફોન છે કાર માં આવું જાવ છુ . આ રમકડું મને ન આપતી જા. આનો ભાર લાગે છે મને . પણ આજે એજ રમકડું એમને પ્રિય લાગ્યું . એમણે ઘરે ફોન કર્યો . સામેથી સવીતાબહેને ઉપાડયો. ને ફોન માં નવનીતરાય નો અવાજ સાંભળીને તેઓ ડરી ગયા . કારણ મોબાઈલ તેઓ કદી  વાપરતા જ નહી . એમને ડર લાગી ગયો કે નવનીતરાયની તબિયત તો સારી હશે ને ? તોય સવિતાબહેને સમતા  રાખીને પૂછ્યું શું થયું કેમ મોબાઈલ કરવો પડ્યો ?  સવિતા બહેનની ચિંતા એમના અવાજમાં નવનીતરાય ઓળખી ગયા ને આટલી ચિંતા માં પણ તેમને હસવું આવી ગયું . એમને કહ્યું સવિતા બધું બરોબર છે , આ તો થોડી વાત જાણવી હતી એટલે તને ફોન કર્યો .મને એક સવાલે  બહુ મુંઝવી નાખ્યો છે .

 સવિતા બહેને આશ્ચર્યથી નવનીતરાય ને પૂછ્યું એવો કેવો સવાલ કે ઘરે આવવા સુધી ની રાહ ન જોઈ શક્યા

ત્યારે નવનીતરાયે કહ્યું સવિતા, એક દીકરી , મા થી કદી  કઈ ન છુપાવે , તું મને ખાલી એક વાત નો જવાબ હા કે ના માં આપી દે કે શું ધ્વનિના જીવનમાં કોઈ યુવક છે ? શું ધ્વનિ કોઈને પ્રેમ કરે છે ? શું ધ્વનિ એ કોઈ દિવસ આવી કઈ પણ વાત તને કરી છે ?

  આટલું બોલીને નવનીતરાય ચુપ થઈ  ગયા. હવે એમને ઉતાવળ હતી કે સવિતાબહેન જલ્દી જવાબ આપે . ત્યાં સવિતાબહેન નો અવાજ સામેથી આવ્યો કેમ આવો સવાલ કરો છો ? શું તમે કોઈ સાથે ધ્વનીને જોઈ છે ?

નવનીતરાય જવાબ ની આશાએ બેઠા હતા, એટલે એમને સવિતાબહેન ના સવાલો થી ચીડ ચડી , તેઓ ગુસ્સામાં બોલ્યા સવિતા સવાલો સામે સવાલો ન કર જે ખબર હોય તે કહે .

  સામે સવિતાબહેન જાણે ચુપ થઇ ગયા. કારણ નવનીતરાય કદી  ગુસ્સે ન થતા .. ને નવનીતરાય આતુરતાથી જવાબ ની રાહ જોવા લાગ્યા.

                                                               ક્રમશ   

औरत

अस्मत जो लुटी तो तुझको 
बेहया कहा गया, 
मर्जी से बिकी तो नाम 
वेश्या रखा गया,
हर बार सलीब पर, 
औरत को धरा गया …

बेटे के स्थान पर,
जब जन्मी है बेटी, 
या फिर औलाद बिन, 
सुनी हो तेरी गोदी,
कदम कदम पर अपशकुनी
और बाँझ कहा गया,

जब भी तेरा दामन फैला,
घर के दाग छुपाने को ,
जब भी तुमने त्याग किये थे ,
हर दिल में बस जाने को,
इक इक प्यार और त्याग
को ‘फ़र्ज़’ कहा गया,

पंख पसारे आसमान को,
जब जब छूना चाहा,
रंग बिरंगे सपनों को,
हकीकत करना चाहा,
तू अबला है तेरी क्या,
औकात कहा गया …
हर बार सलीब पर,
औरत को धरा गया .!!ANU!!

અંતઃ પ્રતિતિ ભાગ ૯

  સવારના ઉઠતાની સાથે પહેલો વિચાર એ જ આવ્યો કે જે રાતનાં વિચારીને સુતા હતા. પાછું એ જ ધ્વનિના લગ્નની વાત , ધ્વનીને વળાવવાની વાત .. પણ એમને એ વિચાર ખંખેરી ને કામે ચડવાનું વીચાર્યું કારણ એમને ખબર હતી કે આ વિચાર એમને પાગલ કરી મુકશે ..તૈયાર થઈને લગભગ ૯ વાગે તેઓ ઓફિસે જવા નીકળ્યા . ધ્વનિ પણ તેમની સાથે જ ઓફિસે જતી હતી. ઘરેથી નીકળી દેરાસર જઈને જ તેઓ ઓફિસે જતા . નીકળતા વખતે એમને હતું જ કે રાતની વાતનો જવાબ જે એમણે સવિતાને આપ્યો નહોતો એ નીકળતા વખતે સવિતા પાછો પૂછશે કે હું હવે છોકરાવાળાઓ ને હા પાડું ને ? તે પૂછે એ પહેલા જ એમણે સવીતાબહેન ને કહ્યું સવિતા, હજી થોડો સમય આપ , વિચારીને કહું છુ સવિતાબહેને હસીને કહ્યું સારું , પણ જલ્દી

 નવનીતરાય હાશકારો લઈને ઓફીસ જવા નીકળ્યા . સવિતાબહેન, પતિનો ચહેરો જોઇને તેમનું મન પારખી શકતા હતા. આજે સવારથી તેઓ વધારે બોલતા પણ ન હતા . નાસ્તો પણ બરોબર નહોતો કર્યો. તેમને ખબર હતી કે પતિ થી ધ્વનીને વળાવવાની વાત સહન જ નહોતી થતી. પણ તેમને એ પણ ખબર હતી કે પોતે જ પતિને તૈયાર કરવા પડશે, ને દીકરી વળાવવા મજબુત કરવા પડશે .કારણ દીકરીનાં માતાપિતા પાસે બીજો કયો વિકલ્પ હોય છે ?

 નવનીતરાય , ધ્વનિ સાથે ઓફીસ જવા નીકળ્યા પણ આખે રસ્તે તેઓ કઈ જ નહોતો બોલ્યા . મનમાં એક જ સવાલ હું ધ્વનિ વગર કેવી રીતે જીવીશ ?  ધ્વનીને વિચાર પણ આવ્યો કે કઈ વાતથી પપ્પા આટલા ચિંતિત છે . પૂછવાનો  વિચાર પણ આવ્યો પણ પછી વિચાર્યું કે મારા જેવું હશે તો મને કહેશે. દેરાસર આવ્યું , ધ્વનિ એ દસેક મિનીટ સુધી દેરાસર માં જાપ કર્યા . નવનીતરાયે   દર્શન કર્યા પછી બે ત્રણ લોકો ઓળખીતા મળ્યા એમની સાથે વાતો કરી ત્યાં સુધી ધ્વનિ કાર પાસે આવી ગઈ ને બંને ઓફિસે જવા રવાના થયા.

 ઓફીસના કામામાં તેઓ ધ્વનિનાં લગ્નનો વિચાર થોડી વાર માટે જાણે ભૂલી ગયા. બપોરનાં એક વાગે તેઓ ધ્વનિ સાથે જમવા બેસવાની તૈયારી કરતા હતા . ત્યાં તેમને તેમના વેપારી મિત્ર મનસુખરાયનો ફોન આવ્યો .  મનસુખરાયના ફોનથી નવનીતરાયને બહુ અચરજ થયું . કારણ રસ્તામાં પણ જો તેઓ બંને એકબીજાને મળી જાય તો પણ ફક્ત જય જીનેન્દ્ર થી વધારે વાત કરવાનો વ્યવહાર ન હતો. એ હજી વિચાર કરતા હતા ત્યાં સામેથી મનસુખરાયનો અવાજ સંભળાયો કેમ છો   નવનીતશેઠ ?” નવનીતરાયે તરત જવાબ આપ્યો બોલો બોલો મનસુખભાઈ , આજે તમે મને યાદ કર્યો ? કહો શું સેવા કરું આપની ?

મનસુખભાઈએ જવાબ આપ્યો અરે ધંધાનું કઈ કામ નથી નવનીતભાઈ . એક અંગત વાત કરવી હતી, જો કઈ તકલીફ ન હોય તો સાંજે મારી ઓફિસે આવો. શાંતિ થી વાત થાય

નવનીતરાયે પોતાના આશ્ચર્ય ને કાબૂમાં રાખીને કહ્યું હા હા ચોક્કસ મળીયે સાંજે . પણ જો શેના માટે છે એ કહી દીધું હોત તો સારું રહેત . સાંજ સુધી હું મારા વિચારોથી જ હેરાન થઇ જઈશ

મનસુખભાઈ સામેથી જોર જોર થી હસવા લાગ્યા ને બોલ્યા ડરો નહિ તમારે ત્યાં કોઈ રેડ નથી પાડવાની

હવે નવનીતભાઈ ને નક્કી ખબર પડી ગઈ કે મનસુખભાઈ હમણા નહિ જ કહે એટલે એમણે વાત ને ત્યાં બંધ કરી ને સાંજ નો સમય નક્કી કર્યો ..

પણ ફોન મુકતાની સાથે એમના વિચારો એ હવે રસ્તો બદલ્યો હતો , જે વિચાર રાતથી ધ્વનિ પર કેન્દ્રિત હતો તે હવે મનસુખભાઈ શું કહેવાના હતા તેની પર શરુ થયો. એમણે કેટકેટલી વાતો વિચારી જોઈ પણ એમને સમજાતું ન હતું કે તેઓ શું કહેશે ? હવે તો સાંજ ની રાહ જોયે જ છુટકો હતો..

   એ જ વિચાર સાથે એમણે જમવાનું પતાવ્યું . આજે પહેલીવાર એમણે જમવાનો સ્વાદ જાણે માણ્યો ન હતો.. જે વિચારે આખી રાત સુવા ન દીધું એ વિચાર હવે આ વિચાર સામે નાનો લાગતો હતો.

આખરે સાંજ પડી.  તેમને ધ્વનિ ને સાથે લઇ જવાનું ઉચિત ન લાગ્યું એટલે તેમણે ધ્વનીને ઘરે મોકલાવી ને કહ્યું હું ટેક્ષીમાં આવી જઈશ .

 ધીરે ધીરે તેઓ મનસુખભાઈની ઓફિસનો દાદરો ચડવા લાગ્યા, મનનાં વિચારો ઓછા નહોતા થતા કે શું હશે?  શું હશે ? મનસુખભાઈએ એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું . સૌ પ્રથમ મનસુખભાઈએ ચાહ ને નાસ્તો મંગાવ્યા . મનસુખભાઈ શાંતિથી ધંધાની વાતો કરતા હતા. આખરે નવનીતભાઈ થી ન રહેવાણુ એટલે તેમણે પૂછ્યું  શેઠ આ બધી વાતો મુકો ને મને કહો કે એવું તે શું કામ હતું કે તમે મને અહિયાં ઓફિસે બોલાવ્યો .

મનસુખભાઈ , નવનીતભાઈની બેચેની જોઇને મરક મરક હસવા લાગ્યા , ને નવનીતભાઈને એ મુસ્કાનમાં જાણે બહુ મોટી વાત છુપાયેલી હોય એવું લાગ્યું , એ રાહ જોવા લાગ્યા કે મનસુખભાઈ શું કહેશે ?

                                                                                     ક્રમશ 

આજે તો શરુઆત કરી , 
    તમારાથી  દૂર જાવાની
ને જો અશ્રુ થોભતા નથી , 
બસ એ વિચાર માત્રથી ..

કેવી રીતે રહી શક્યા કહો,
તમે દૂર મારાથી 
કયારેક તો અશ્રુ વહ્યા હશે,
મને  દુર કરવાથી 

પ્રેમ કર્યો હતો મે સાચો ,
એટલે જ પુછવાનો હક્ક રાખુ છુ.
કે ક્યાં લાગણી ઓછી પડી,
જરૂર પડી જિંદગીમાંથિ દૂર કરવાની ..

નહોતા લડ્યા, નહોતા જગડ્યા , 
તો કારણ શું બન્યુ ? 
કે પછી ભૂલી ગયા તમે હવે ,
પ્રેમની કદર કરવાની ..
                         નીતા કોટેચા “નિત્યા”

લાગણીઓના  દરવાજા આમ બંધ ના કરો,
 ચાવી વગરનાં તાળા ખોલતા અમને પણ આવડે છે.
         
                         નીતા કોટેચા  “ નિત્યા”

મારો આઠમો પત્ર


આદરણીય સુષ્માસ્વરાજજી 

આખા બીજેપી માં તમે એક છો કે જે અમને ગમો છો..કે જે કોઈ પણ વાત બિન્દાસ બોલી શકે છે.. તો પછી સમજાતું નથી કે આશારામ ( બાપુ) ની વાતમાં તમે કેમ મૌન થઇ ગયા છો ? ક્યાય દેખાતા પણ નથી . સ્ત્રીઓની વાત આવે ત્યારે બીજાનું તો મને નથી ખબર પણ મારું માનવું છે કે જો તમે પાર્ટી ને હિસાબે વિચારવાની બદલીમાં ફક્ત સ્ત્રીઓ માટે સ્ત્રીઓની જેમ વિચારો તો તમારી માટે અમને માન વધશે.. બાકી તમારી મરજી ..નથી કોઈ સંત દેખાતા કે જે એમ કહે કે આશારામ ની સાથે અમે છીએ કે આશારામ ની સાથે અમે નથી . નથી કોઈ અભિનેતાક્યાય લખતા કે કેમ આશારામ હજી ફરે છે ..આમ તો રોજ કંઈક ને કઈક લખતા હોય છે.. મેં ક્યાંક વાંચ્યું હતું કે સમય પર જો મોટા લોકો મૌન રહે તો એમને મોટા માનવા નહિ . તો હવે તો કોઈ જ મોટા નથી રહ્યા એવું લાગે છે. . કારણ બધા જ મૌન છે.. અને જે બે ત્રણ લોકો બોલે છે એની વાત જાણે દીવાલ પર અથડાઈને પાછી આવે છે .. બસ બે મિનીટ બોલીને તે લોકો ચાલ્યા જાય છે ને આશારામ પ્લેન માં લાંબા પગ કરીને સફર કરે છે.. મેરા ભારત મહાન….લી … એક અદનિ મતદાતા

Pages:1234567...69»